ટેસ્લા ભારતમાં ફેક્ટરી સ્થાપે તો તે અમેરિકા માટે ખૂબ જ અન્યાયી હશેઃમસ્ક

ટેસ્લા ભારતમાં ફેક્ટરી સ્થાપે તો તે અમેરિકા માટે ખૂબ જ અન્યાયી હશેઃમસ્ક

ટેસ્લા ભારતમાં ફેક્ટરી સ્થાપે તો તે અમેરિકા માટે ખૂબ જ અન્યાયી હશેઃમસ્ક

Blog Article

ટેસ્લાએ ભારતમાં કર્મચારીઓની ભરતી કરવાનું શરૂ કરીને ભારતીય બજારમાં તેના પ્રવેશનો સંકેત આપ્યા પછી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારતમાં ટેરિફને ટાળવા માટે આ ઇલેક્ટ્રિકલ વ્હિકલ કંપની ભારતમાં ફેક્ટરી સ્થાપશે તે તે ખૂબ જ અન્યાયી હશે. યુએસ પ્રમુખે ફોક્સ ન્યૂઝના સીન હેનિટી માટે ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક સાથેના સંયુક્ત ઇન્ટરવ્યૂમાં આ ટીપ્પણી કરી હતી.

પ્રમુખ ટ્રમ્પે યાદ કર્યું કે તેમણે ગયા અઠવાડિયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન કાર પરની ભારતની ઉચી ડ્યુટીનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ વહેલા વેપાર સોદા તરફ કામ કરવા અને ટેરિફ પરના તેમની મડાગાંઠને ઉકેલવા માટે સંમત થયા હતા.

તેમની યુએસ મુલાકાત દરમિયાન પીએમ મોદી ટેસ્લાના સીઇઓ ઇલોન મસ્કને પણ મળ્યા હતા. મસ્ક લાંબા સમયથી ઇવી પર લગભગ 100 ટકા આયાત જકાત બદલ બદલ ભારતની ટીકા કરી રહ્યાં છે.

ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇલોન મસ્ક માટે ભારતમાં કાર વેચવી “અસંભવ” છે. વિશ્વના દરેક દેશ અમારો લાભ લે છે, અને તેઓ ટેરિફ સાથે આવો લાભ લે છે. ઉદાહરણ તરીકે ભારતમાં વ્યવહારિક રીતે, કાર વેચવી અશક્ય છે. જોકે ભારત સરકારે માર્ચમાં તેની નવી EV નીતિનું અનાવરણ કર્યું હતું, જો કોઈ કાર નિર્માતા ઓછામાં ઓછા $500 મિલિયનનું રોકાણ કરે અને ફેક્ટરી સ્થાપે તો આયાત જકાતને નોંધપાત્ર રીતે ઘટાડીને 15 ટકા કર્યો હતો.

ટ્રમ્પે કહ્યું હતું કે જો ઇલોન મસ્ક ત્યાં ફેક્ટરી બનાવવાનું નક્કી કરે તો તે અમેરિકા માટે “અન્યાયી” હશે. હવે જો મસ્ક ભારતમાં ફેક્ટરી બનાવે છે, તો તે ઠીક છે, પરંતુ તે આપણા માટે અન્યાયી છે. તે ખૂબ જ અન્યાયી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ઇલોન મસ્કની ટેસ્લા આ વર્ષે એપ્રિલની શરૂઆતમાં ભારતીય બજારમાં પ્રવેશ કરે તેવી ધારણા છે. EV કંપનીએ કથિત રીતે ભારતીય શહેરો નવી દિલ્હી અને મુંબઈમાં બે શોરૂમ સ્થાપવાની યોજના બનાવી છે.

 

 

Report this page